કર્મના લેખ લખીને કર્મ ભુંસાતાં નથી;
કર્મની વાતો કરીને કર્મો ભુલાતાં નથી.
વ્યવહારમાં સાદગી લાવીને, વ્યવહાર સાચો કરાતો નથી;
વ્યવહારમાં સચ્ચાઈ સાધીને, દૂર્વ્યવહાર થતો નથી.
એમખેમ વર્તનથી પ્રભુને પમાતા નથી;
જીવનમાં પ્રાર્થના વિના કંઈ પમાતું નથી.
કોશિશ કરે છે માનવી, કર્મોથી ઉપર ઉઠવાની;
એ કોશિશમાં પણ જ્યાં અહંકારનો ડંખ વાગે, ડૂબે એ તો વધારે કર્મોમાં.
શોધાશે ના, એવા ચક્રવ્યૂહમાં તો એ ખોવાશે;
પ્રભુને સોંપવાથી જ તો મળે આરામ આ કર્મોમાં.
રાહ સાચી પર એ ચલાવે, ખુશીમાં એ રમાડે;
દિવ્યતાનું એ પ્રદર્શન કરે, મંઝિલ પર એ પહોંચાડે જીવનમાં.
- ડો. હીરા