શું શીખ્યા ગુરુના ચરણમાં રહીને?
શું પામ્યા ગુરુનું આચરણ જોઈને?
શું ભૂલ્યા પોતાની ઇચ્છાઓને લઈને?
શું આગળ વધ્યા પ્રેમને ત્યજીને?
ગુરુ પાસે પહોંચીને કૃપા તો એમની મેળવી;
શું કૃપાના પાત્ર બન્યા પછી તમે?
ગુરુ પાસે મળી રાહ પ્રભુની;
શું પ્રભુને સાચી રીતે સમજી શક્યા તમે?
ગુરુ પાસે મળી જીવનની મંઝિલ;
શું ગુરુને પોતાની જાતનું સમર્પણ કરી શક્યા તમે?
ખાલી વાતો છે, ખાલી દેખાડો છે, ગુરુ તો હજી ખાલી શબ્દોમાં છે.
- ડો. હીરા