મંઝિલ મંઝિલની તલાશ છે હરકોઈને;
જીવનની ડગરમાં રાહ મળે છે કોઈક જ ને.
આદિનાથના પથ પર તો ચાલે છે બહુ ઓછા;
જીવનનો સાર તો મળે છે કોઈક જ ને.
મૃત્યુ-જન્મના ફેરામાં બંધાય છે તો હર જીવ;
ક્યારે પ્રાપ્ત થશે એમને તો શિવ?
અદ્દભુત કળાનું પ્રદર્શન કરે આ જગતગુરુ;
ક્યારે ગુરુને સમજશે આ બધા આધ્યાત્મિક ગુરુ?
ના નામની તલાશ છે, ના કામની જરૂરત છે;
બસ એમને તો સાચા પ્રેમની જરૂરત છે.
પ્રભુને બસ, સાચા માનસ ની જરૂરત છે.
- ડો. હીરા