શું જોઈએ છે, તને કાંઈ ખબર છે?
શું મળશે તને, તને કાંઈ ખબર છે?
જીવનમાં સુખસગવડથી પરે, શું મળશે તને?
પ્રભુના પ્રેમમાં શું આનંદ છે, તને કાંઈ ખબર છે?
કિતાબી વાતોમાં શું છે લખાયું સત્ય, તને કાંઈ ખબર છે?
વિશ્વાસની બેડીમાં શું છે છુપાયું, તને કાંઈ ખબર છે?
આરાધનાની શક્તિમાં શું છે પાગલપન, તને કાંઈ ખબર છે?
જગના આરામમાં શું છે વિષ, તને કાંઈ ખબર છે?
પ્રેમના તારમાં શું છે જન્નત, તને કાંઈ ખબર છે?
ઓ અજ્ઞાન જ્ઞાનના ભંડાર, તને સાચે જ કાંઈ ખબર છે?
- ડો. હીરા