સમસ્યાનું સમાધાન બુદ્ધિથી નહીં મળે
સમસ્યાનું સમાધાન સમર્પણથી મળે છે
એના ઈશારે ચાલવાથી બધા રસ્તા ખૂલે છે
બંધ દરવાજા પણ ખૂલે છે
સમસ્યા આવે છે, કાંઈ શિખવડાવા માટે
એના શરણમાં રહી, એની શીખ મળે છે
શીખીને એ સમસ્યા હટી જાય છે
ચંચળ મનને એ તો સ્થિર કરી જાય છે
સમસ્યાને જોવાનો દ્રષ્ટિકોણ બદલાય છે
સમસ્યા પછી સમસ્યા લાગવાનું બંધ થઈ જાય છે
- ડો. હીરા