સમજાતું નથી, કાંઈ કહ્યું એ થાતું નથી, એ હકીકત છે;
પણ જે કહ્યું એ ખોટું નથી, એ પણ તો એક હકીકત છે.
કાંઈ દેખાતું નથી, કાંઈ કહેવાતું નથી, એ હકીકત છે;
પણ કાંઈ અલગતા નથી, કાંઈ મુશ્કેલી નથી, એ પણ હકીકત છે.
કાંઈ કરાતું નથી, કાંઈ ચલાતું નથી, એ હકીકત છે;
પ્રેમ વગર રહેવાતું નથી, પ્રેમ ભુલાતો નથી, એ પણ હકીકત છે.
કાંઈ ખોટું નથી, કાંઈ સાચું નથી, આ સૃષ્ટિની હકીકત છે;
કાંઈ સમજાતું નથી, કાંઈ આવડતું નથી, એ તો પ્રભુની માયાની હકીકત છે.
- ડો. હીરા