પહાડોના ગુંજમાં એક ગુંજ તારો મને સંભળાય છે,
માડી તારા પ્રેમનો ઝણકાર મને સંભળાય છે.
પવિત્ર ઝરણામાં એક ખિલખિલાટ મને સંભળાય છે,
માડી તારા વહાલમાં દર્શન તો મને દેખાય છે.
સૂર્યના કિરણોમાં માડી તારું તેજ દેખાય છે,
માડી તારી શક્તિમાં પણ એક ભક્તિ દેખાય છે.
શ્વેત બરફીલા પહાડોમાં માડી તું દેખાય છે,
તારા ચરણના દર્શન તો એમાં દેખાય છે.
કુદરતના ધ્યાનમાં તારું ધ્યાન મને થાય છે,
માડી તારા ધ્યાનમાં મધુર તારા ભજન લખાય છે.
- ડો. હીરા