નવરાત્રીના નોરતાની રાતો છે
વિશ્વાસની સીડ઼ી ચડ઼વાની વાતો છે
પરમ કૃપાળુ જગતજનનીની યાદો છે
એના આશિષથી જાગૃત થવાની તૈયારી છે
જ્ઞાનમાં ઉતરવાની દ્રષ્ટિ છે
મારામાં રમવાની યાત્રા છે
અંતરના ઉંડાણમાં ઉતરવાની તૈયારી છે
પરમ કૃપાળુ રાજેશ્વરીની આ મહેફિલ છે
અમરતા પ્રાપ્ત કરવાની રાતો છે
નિજભાન ભુલાવવાની પ્રક્રિયા છે
ગરબામાં પોતાની જાતને ભૂલવાની વાતો છે
નવ નવ દુર્ગાની પ્રકટ થવાની તૈયારી છે
આદર્શો સ્થાપવાની આ રાતો છે
સૃષ્ટિમાં સમતા લાવવાની કોશિષો છે
શક્તિની ભક્તિના ગીતો છે
અમૂલ્ય એકરૂપતાની આ વાતો છે
- ડો. હીરા