મોત આવશે ને પ્રભુ જો તું નહીં મળે
તો આ જીવન શું કામનું
પ્રેમ જાગશે અને પ્રભુ એ નહીં ટકે
તો એ પ્રેમ શું કામનો
દર્પણ જોયું અને સુધરવાની ઈચ્છા પણ ધરાવી
પણ જો ન સુધર્યા, તો શું કામનું
હર પળ શ્વોસો લીધા, પણ તને યાદ ન કરીએ
તો એ શ્વાસો શું કામના
મતલબ વગરનું જીવન જીવ્યા
તો આ બધું સમજવાનું શું કામનું
- ડો. હીરા