બાળપણ ગયું, જવાની ભી ગઈ
પણ પ્રભુ હજી તને પામ્યા નહીં
જીવન જીવ્યા, તને યાદ પણ કર્યા
પણ પ્રભુ તારા રંગમાં હજી રંગાયા નહીં
તડપ જાગી, તારામાં ખોવાયા પણ ખરા
પણ એ તો વધારે ટક્યું નહીં
તારા ગુણલા ગાયા, તારી સાથે પ્રીત લડ઼ાવી
પણ હજી માયાના ખેંચાણ છૂટ્યા નહીં
ભક્તિ કરી, એમાં શક્તિ ના ભરી
તો પ્રભુ ત્યાં ને ત્યાં અમે તો રહી ગયા
- ડો. હીરા