ક્યારેક ભાવ આવે, ક્યારેક અભાવ જાગે
આ કેવો પ્રેમ છે, કે સંજોગો પ્રમાણે બદલાવ આવે
ક્યારેક હેત ઊભરે, ક્યારેક વેર જાગે
આ કેવી પ્રીત છે, કે મનના ખેંચાણ પ્રમાણે વર્તન કરે
ક્યારેક પ્રભુ જોઈએ, તો ક્યારેક સગા સંબંધી
આ કેવો વૈરાગ્ય છે, જે મનની અવસ્થા પ્રમાણે બદલાયા કરે
ક્યારેક વાણી મીઠી લાગે, ક્યારેક સત્ય કડવું લાગે
આ કેવી વૃતિ છે, કે પોતાની જ ઓળખાણમાં ભ્રમ લાવે
ક્યારેક સુંદર સ્વપ્ન આવે, ક્યારેક કલ્પનામાં ડર લાગે
આ કેવી અવસ્થા છે, જે સ્થિરતાના પણ પગ હલાવે
- ડો. હીરા