મસ્તીના રંગમાં રંગાવા દે
તારા પ્રેમના સાગરમાં ડૂબવા દે
અંતરના આંગણામાં ઝૂમવા દે
હે પ્રભુ, તારી ઓળખાણમાં સમાવા દે
શાંતિના પાઠ કરવા દે
તાર વિશ્વાસના સહારે ચાલવા દે
રોમેરોમમાં તને જાણવા દે
હર ઈચ્છામાં તને સમાવા દે
છબી તારી, દિલમાં વસાવવા દે
હર બંઘન જીવનના તોડવા દે
સંકુચિત મનને છોડવા દે
તારા વિશાળ હૃદયમાં ઉતરવા દે
આંખોથી તને નિરખવા દે
ગુપચુપ વાતોથી તને સાંભળવા દે
અનોખી દુનિયામાં રમવા દે
પ્રભુ, તારા પ્રેમમાં શરીરભાન ભૂલવા દે
- ડો. હીરા