ક્યાંક તો તું પોતાની જાતને ભૂલ, ક્યાંક તો પોતાની મહત્ત્વતાને ભૂલ;
ક્યાંક તો તું ઈચ્છાને છોડ, ક્યાંક તો તું અસફળતાને છોડ;
ક્યાંક તો તું પ્રેમમાં ભૂલ, ક્યાંક તો તું આ પહેચાનને ભૂલ;
ક્યાંક તો તું મનોરંજનને ભૂલ, ક્યાંક તો તું આનંદ માં ઝૂલ;
ક્યાંક તો તું શર્મને ભૂલ, ક્યાંક તો તું ધર્મમાં ઝૂમ;
ક્યાંક તો તું પડદા ને ભૂલ, ક્યાંક તો તું આ શરીરભાન ભૂલ;
ક્યાંક તો તું અવિશ્વાસને ભૂલ, ક્યાંક તો બધું છોડીને મનને ભૂલ.
- ડો. હીરા