કોશિશો ખૂબ કરી તને ગોતવાની ‘મા’
પણ તું ના મળી
પોતાની જાતને ભૂલવાની ખૂબ કોશિશો કરી
પણ ‘હું’ ન ભુલાયું, ‘મા’
હવે તને વિનવી રહી છું, તારી કૃપા હવે તું વરસાવ
આ તારા બાળને હવે તો તું તાર
જ્યાં કરે છે તું જ બધું, તો આ વિનંતી સ્વીકાર
ના રાખ હવે તારા બાળને દૂર ‘મા’
જવાબદારી મારી હવે તો તું સ્વીકાર
તારા પ્રેમમાં માડી, મને તો રમાડ
- ડો. હીરા