અભિમાન મારું હરો, હે ઈશ્વર, ગર્વ મારો હરો
જીવનમાં અંહકારને ખતમ કરો, તારામાં એક કરો
જ્ઞાન સાચું અંતરમાં જગાડો, ધીરજ ને વિશ્વાસ વધારો
દ્રષ્ટિના ભેદને મિટાવો, તમારા શરણમાં અપનાવો
ઈર્ષ્યા-લોભના વિકારો ખતમ કરો, કૃત્યજ્ઞતામાં જીવાડો
પ્રેમ અતૂટ કરાવો, હરપલ તારો જ વિચાર કરાવો
અલગતાના ભ્રમને મિટાવો, પૂર્ણ જાગૃતિમાં રમાડો
આ પ્રાર્થનામાં બળ ભરો, શાંતિમાં રમાડો
વિશ્વાસના પડદા ખોલો, તારામાં એક કરો
સંકોચ બધા હરો, તારી જ આજ્ઞાનું પાલન કરાવો
- ડો. હીરા