જીતીશું કે હારીશું, શું ભગવાન મળશે?
હઠ પકડશું કે પછી બાધાઓ રાખશું, શું ભગવાન મળશે?
વાનગીઓ છોડશું, સાધારણ જીવન જીવશું, શું ભગવાન મળશે?
પ્રવચન સાંભળશું, હૃદયમાં ના ઉતારશું, શું ભગવાન મળશે?
શરીર ભાનમાં રમશું, શરીરને તપાવશું, શું ભગવાન મળશે?
યોગના પ્રયોગ કરશું, નવા નવા આકારમાં બેસશું, શું ભગવાન મળશે?
વિરહની છાયાને ભૂલશું, માંગણીઓ ખાલી કરશું, શું ભગવાન મળશે?
વેદોનું વર્ણન કરશું, ગ્રંથોને વાંચશુ, શું ભગવાન મળશે?
દિલથી જો એને ના પોકારશું, તો શું ભગવાન મળશે?
- ડો. હીરા