જાગૃતિનો અહેસાસ પણ ન હોય, ખાલી આનંદ હોય
પ્રેમનો પરિચય પણ ન હોય, ખાલી સંર્પૂણ આનંદ હોય
અલગતાનો કોઈ અહેસાસ ન હોય, ખાલી એકરૂપતા હોય
જીવનનું બીજું કોઈ ધ્યેય ન હોય, ખાલી સમર્પણ હોય
વ્યથા, પ્રથા, કાંઈ ન હોય, ખાલી સહજ નિર્મળતા હોય
અફસોસનું કોઈ સ્થાન ન હોય, ખાલી શાંતિનો ઉમંગ હોય
અંતરમાં કોઈ દુવિધા ન હોય, ખાલી વિશ્વાસનો પ્રેમ હોય
જીવનમાં કોઈ સંઘર્ષ ન હોય, ખાલી દ્રષ્ટિના વિકાર ખતમ હોય
પ્રભુની કોઈ અલગતા ન હોય, સમર્પૂણ સમર્પણમાં ખાલી એનો જ અહેસાસ હોય
- ડો. હીરા