હે પ્રભુ, તારી પ્રીતની રીત છે નિરાળી
ક્યારેક એવી તડપાવે, ક્યારેક હેતની વર્ષામાં નવરાવે
ક્યારેક પ્રેમના પ્યાલા પીવડ઼ાવે, ક્યારેક દૂર રહી જોવે હસતી
ક્યારેક માયાના જાળમાં ડુબાડી, તને તો વિસરાવે
ક્યારેક પ્રેમભર્યા વહાલ આપીને, માયાને વિસરાવે
આ તારી રીત છે બહુ રળિયામણી, કરે અમને તો દીવાની
જગતપિતા રૂપે તું રહે સહુને નિહાળી
રાહ જોઈ અમારી, તું પણ રહે વિરહની આગ સળગાવી
ઝડપથી આપી દે બધું તું, કર્મના મારથી રાખે તારાથી દૂર
આ તારી કેવી રીત છે, નથી અમને સમજાતી
ના રાખ હવે તારાથી દૂર, અમરપ્રેમ દિલમાં દે હવે જગાવી
- ડો. હીરા