એ જ ભાવો, એ જ કાવ્યો, એ જ ફરી પાછો નશો;
એ જ વિચારો, એ જ પ્રેમનોના ઝરણા, એ જ ફરી પાછી મુલાકાતો;
એ જ પૂર્ણ જ્ઞાન, એ જ પૂર્ણ શ્યામ, એ જ ફરી પાછો આરામ;
એ જ દ્રવ્યતા, એ જ નિશ્ચલતા, એ જ ફરી પાછું નિત્ય ધામ.
એ જ કોમળતા, એ જ નમ્રતા, એ જ શુદ્ધતાની લહેરો;
એ જ અમૂલ્યતા, એ જ વિકલ્પતા, એ જ ફરી પાછા ત્યોહારો.
એ જ જીવનની રાહો, એ જ પ્રભુની ક્યારીઓ, એ જ ફરી પાછી મુસાફરીઓ;
એ જ એકરૂપતા, એ જ ભાવો, એ જ ફરી પાછો પ્રભુ તારો સહારો.
- ડો. હીરા