ભાવોનો તો ખેલ છે, પ્રભુને પામવાનો તો આ ખેલ છે;
ભાવોની એક ભાષા છે, હૃદય સુધી પહોંચવાની પરિભાષા છે;
ભાવોથી જ પ્રભુ રીઝે છે, ભાવોથી જ પ્રભુ ઓળખાય છે;
ભાવો વગર કોઈ પ્રીત નથી, ભાવો વગર કોઈ જિત નથી;
ભાવોમાં જ તો સચ્ચાઈ છે, ભાવોમાં જ તો ગહેરાઈ છે;
ભાવોમાં તો આ સૃષ્ટિ છે, ભાવોમાં જ તો મુક્તિ છે;
ભાવો વિના આ સંસાર નથી, ભાવો વિના આ ધ્યાન નથી;
ભાવોમાં જ આરામ છે, ભાવોમાં જ મારા ભજનનું માન છે.
- ડો. હીરા