અનોખા જીવનના રાઝ છે, પ્રેમની સૌગાત છે
દિવ્યતાની રાત છે, પ્રભુમિલનની બારાત છે
જ્ઞાનનો ભંડાર છે, તારા-મારા મિલનની કાયનાત છે
હાજર એમાં તારી યાદ છે, તારા સિવાય બીજી ના કોઈ વાત છે
દ્રષ્ટિમાં તારી ઓળખાણ છે, દ્રષ્ટામાં તારો જ સ્વભાવ છે
મુલાકાતની આ વાત છે, અંતરમાં તારી જ મહેક છે
આવા આ હાલાત છે, કે વિશ્વમાં એકતાની ધારા છે
પરમ પ્રેમના કર્મ છે, શરીરભાનથી ઉપર ઊઠવાની વાત છે
- ડો. હીરા