ગુંજથી ગુંજ મારી સંભળાઈ છે, કાલાપાનીથી કાલ પ્રચંડ થાય છે
નાભિથી નાદ સંભળાય છે, ઓમ થી તો બ્રહ્મ દેખાય છે
કુટ્ટીમાં બધું કપટ મટી જાય છે, આદિમાં તો બધો અંત થાય છે
કૈલાસના તો દર્શન થાય છે, શિવનો તો અનુભવ થાય છે
સંત્તોની વાણી સંભળાય છે, સંતોના આદેશે ચલાય છે
વ્યવસ્થા સહુની કરી છે મેં, જાત્રા તો સુખદ થાય છે
આનંદિત સહુ કોઈ રહે છે, આનંદિતામાં આરામ મળે છે
પુરાણોની ગાથા સમજાય છે, નવી ભાષામાં તો પુરાણ લખાય છે
નિર્જીવ જીવનમાં ન રહેવાય છે, જીવનમાં તો જીવ સમાય છે
મારી અંદર સમાય છે, આકાશમાં તો નહવાય છે, વસ્તુ અમુલ્ય પમાય છે
- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.