પ્રેમમાં સહુ કોઈને રહેવું છે, પ્રેમમાં તો નહાવું છે
આદેશને આજ્ઞામાં રચવું છે, મારો અનુભવ કરવો છે
શિતલતા અને અનુભવના વ્યવહારમાં રહેવું છે
છતાં પોતાના મતલબના દરવાજા ગોતવા છે
વિષય ના સ્વાર્થ નો છે, ન તો તકલીફ આપવાનો છે
વિષય તો અનુકૂલ બનવાનો છે, વિષય પ્રભુમાં લીન થવાનો છે
અદ્દભુત ગ્રંથોનો સમન્વય, પોતાની જાતને ઓળખાવામાં છે
પ્રેમથી સહુને આવકારું, પ્રેમમાં સહુને રમાડું
આજ્ઞાનો અનુરાગ, એ તો મારા પ્રેમનું પ્રતીક છે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.