પ્રાર્થના, યાચનાનું અંતર હર કોઈ જાણતું નથી
પ્રેમ, અપેક્ષાનું અંતર હર કોઈ જાણતું નથી
મૃત્યુ જન્મના ફેરા હર કોઈ યાદ રાખતું નથી
મારી મંજિલ હર કોઈ યાદ રાખતું નથી
મિથ્યા અને દિવ્યતાનો ભેદ હર કોઈ પહેચાનતું નથી
સાગરની ગહેરાઈ ને અંતરમનનું ઉંડાણ હર કોઈ જાણતું નથી
પ્રેમનો અમીરસ અને મારા આશિષ કંઈ અલગ નથી
વાસ્તવિકતા અને ઇચ્છાનો ફરક કોઈ જાણતું નથી
પરિણામ અને અકસ્માત કોઈને જોઈતો નથી
મારા આપેલા વચન કોઈ ભૂલતું નથી
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.