હર મુશ્કિલનો અંત હોય છે. હર યાચનાનું પરિણામ હોય છે
હર આરંભનો અંત હોય છે, હર મઝધારનો કિનારો હોય છે
હર આત્મામાં પરમાત્મા હોય છે, હર પ્રેરણામાં મંજિલ હોય છે
હર પ્રાર્થનામાં પ્રયત્ન હોય છે, હર મહત્વકાંક્ષાને ધીરજ હોય છે
હર અરમાનનું માન હોય છે, હર ચહેરામાં મારી પહેચાન હોય છે
હર એકલતામાં પ્રેમ હોય છે, હર પ્રેમમાં એકરૂપતા હોય છે
હર એકમાં ગર્વ હોય છે, હર અંહકારમાં એક અસુર હોય છે
હર કાર્યમાં બધંન હોય છે, હર પ્રેમમાં એનો અંત હોય છે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.