ઓ હલતા માનવી, મારી ઇચ્છામાં છે મારી રચના
ઓ બેકાબૂ માનવી, તારી ઇચ્છામાં છે તારી વાસના
ઓ આંધળો માનવી, તારા કર્મોમાં છે તારી દુવિધા
ઓ લાચાર માનવી, તારા પ્રેમમાં તો છે મારી કૃપા
ઓ નાદાન માનવી, તારી જેષ્ટામાં છે તારી ઇચ્છા
ઓ બેબસ માનવી, તારી વેદનામાં છે મારી દવા
ઓ સ્વાર્થી માનવી, તારા પ્રશ્નોમાં છે તારી શંકા
ઓ ભક્તિહિન માનવી, તારા વિચારોમાં છે અઘુરી વાસના
ઓ શાંતિહિન માનવી, તારી શંકામાં છે તારી રચના
ઓ અવિવેકી માનવી, તારા અનાદારમાં છે વિષના પ્યાલા
ઓ એહસાનરહિત માનવી, તારા જ સવાલોમાં છે તારા જવાબ
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.