નારાજ નથી કોઈથી હું, ફરિયાદ નથી મને કોઈથી હવે;
જે છે એની મને જાણ છે, કોઈના પ્રેમથી ન હું બાકી છું હવે;
જ્ઞાન જીવનનું ગોત્યું છે, સાર જીવનનો પામ્યો છે;
લાચાર છીએ પોતાની ઇચ્છાથી, કામના હવે બધાની ખબર છે મને;
ન કોઈથી અલગ છું, ન કોઈથી દૂર છું, એકરૂપ છું, ન કોઈ બેરૂપ છું;
આ જગમાં મારી જ તો મહેફિલ છે, આ જગમાં મારું જ તો રાજ છે;
કાયદા સ્થાપ્યા છે મેં તો, ન એનાથી હું અલગ છું;
અકારણ ન કોઈથી શાંત છું, અકારણ ન કોઈની સાથે છું;
જે મહેફિલ છે એની ઓળખાણ છું, મારી જ નજરમાં મારી પહેચાન છું.
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.