જે સ્ફુરણામાં નહિ, મારા સાંનિંધ્યમાં રહે, તે મારી અંદર વસે;
જે કલ્પનામાં નહિ, મારા જ્ઞાનમાં રહે, તે મારી આરાધનામાં રહે;
જે જીવંત નહિ, મારામાં પ્રાણવંતા બને, તે તો મોક્ષ પામે;
જે આરાધ્યમાં નહિ, અસ્તિત્વમાં રહે, તે તો અમૃત પીએ;
જે મહત્ત્વાકાંક્ષામાં નહિ, પોતાપણાને ભૂલે, તે અલૌકિક બને;
જે પ્રેમવંત નહિ, પણ ભક્તિમાં રમે, તે પ્રેમથી પૂર્ણ બને.
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.