મને કોઈ યાદ કરતું નથી, મને કોઈ પ્રેમ કરતું નથી
માંગ મારી પાસે કરવાથી કોઈ ચૂકતું નથી, ફરિયાદ કર્યા વિના કોઈ રેહતો નથી
ઇચ્છા પરિપૂર્ણનું સાધન બનાવ્યા વિના કોઈ રેહતો નથી,
મારી પાસે મંગણીયો કાર્યા વિના કોઈ રેહતો નથી
ન હું કોઈ સાધન છું, ન કોઈ ફરમાઈશ પૂરી કરવાનો જિન છું
હું તો છું પ્રેમમાં વાસનારો, જ્ઞાનમાં જીવનારો, એકાંતમાં રહેનારો
લોકોના શોર મને ગમતા નથી, ન સુધારવું હશે તો હું કાંઈ કરી શકતો નથી
જીવનના ખેલમાં રહેતો નથી, મારામાં સમ થયા વિના હું રેહતો નથી
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.