જ્યાં જવાબદારીની વાત કરું છું, ત્યાં હરકોઈ ભાગે છે
જ્યાં હૈયાની વાત કરું છું, ત્યાં હરકોઈ ઠુકરાવે છે
જ્યાં પ્રેમના સંગાથની વાત કરું છું, ત્યાં ફાયદા-નુકસાનનો વિચાર છે
જ્યાં અનુભવની વાત કરું છું, ત્યાં દિવ્યતા તો છલકે છે
જ્યાં ગેરને પોતાના માનું છું, ત્યાં એકરૂપતા સરજું છું
જ્યાં પાનીમાં કોઈ રહી જાય છે, ત્યાં રાહ એને મારી બતાડું છું
જ્યાં વિશ્વાસથી આગળ વધુ છું, ત્યાં ઉમંગ હૈયામાં જાગે છે
જ્યાં વિનમ્રતાથી રસ્તો મળે છે, ત્યાં અસંભવ પણ સંભવ બને છે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.