ગંભીરતા અને ધીરજ મારું સરનામું છે
વાસ્તવિકતા અને ઉદારતા મારી નિશાની છે
કોમળતા અને નિઃર્સ્વાર્થતા મને પસંદ છે
પ્રણિતા ને પ્રેમિકા મારી કહાની છે
દિવ્યતા અને શુભતા મારા આશિષ છે
વિનમ્રતા અને વિશ્વાસ મારી અભિલાષા છે
ઉપભોગતા અને ઉમંગતા મારી અંદર સમાયેલા છે
અલૌકિકતા અને અદ્દભુતતા મારી જ તો અવસ્થા છે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.