તદ્રુપ થઈ બેસું તારી પાસે; ચિદાનંદમાં રમું તારી સાથે,
શિવાનંદ થઈ જાણું તારી પાસે; પરમાનંદમાં ઝૂમું તારી સાથે.
સર્વાનંદમાં રહું તારી સાથે; જ્ઞાનાનંદમાં શીખું તારી પાસે,
દિવ્યાનંદમાં ખીલું તારી પાસે; નિજાનંદમાં અંતરમાં રહું તારી સાથે.
જગદાનંદમાં આ જગતનો આનંદ જોઉં હર શ્વાસે; પ્રેમાનંદમાં પ્રેમથી આપું હર કોઈના આસને,
મુક્તાનંદમાં તોડું બધા બંધનો, જીવાનંદમાં જીવન જીવું તારી સાથે.
ધર્માનંદમાં ધર્મ સ્થાપું તારી રીતે; અખિલઆનંદમાં સદૈવ રહું તારી સાથે,
સુખાનંદમાં નાચું તારી સાથે; સતચિતઆનંદમાં જાણું પોતાની જાતને.
- ડો. હીરા