શું કરશું બધાના રંગ જોઈને?
ખાલી એમની ઈચ્છાના જશ્ન જોઈશું?
શું કરશું આ માયાના ખેલમાં ડૂબીને?
ખાલી સુખદુઃખની લીલા જોઈશું.
શું કરશું આ જન્મ-મરણના ફેરા લઈને?
ખાલી જીવનના તમાશા જોઈશું?
શું કરશું આ સંઘર્ષના આંદોલન જોઈને?
ખાલી ડર અને ભયના નજારા જોઈશુ.
શું કરશું આ સંઘર્ષના આંદોલન જોઈને?
ખાલી ડર અને ભયના નજારા જોઈશું?
શું કરશું આ મીઠાશ ભરેલા પ્રેમને જોઈને?
ખાલી આત્માની ઓળખાણમાં રમશું.
શું કરશું આ કથાનું જ્ઞાનામૃત વાચીને?
ખાલી ભૂલોની મહેફિલને યાદગાર બનાવશું.
- ડો. હીરા