પરિભ્રમણ કરતા જીવને ખબર જ નથી એ શું કરે છે.
માયામાં તણાતા જીવને ખબર જ નથી એ શું કરે છે.
વિચારોમાં અટવાએલા જીવને ખબર જ નથી એ શું કરે છે.
વ્યવહારમાં ફસાએલા જીવને ખબર જ નથી એ શું કરે છે.
ભોગમાં લલચાએલા જીવને ખબર જ નથી એ શું કરે છે.
પ્રવચનમાં ભરમાએલા જીવને ખબર જ નથી એ શું કરે છે.
પ્રભુમાં તણાએલા જીવને ખબર જ નથી એ શું કરે છે.
પરમાત્મામાં તલ્લીન જીવને ખબર જ નથી બાકી બધા શું કરે છે.
- ડો. હીરા