નિર્જીવ જ્યાં જીવંત બને છે, એને ચમત્કાર ગણીએ છીએ,
પ્રભુનો અહેસાસ ગણીએ છીએ; એને સંતોનો દરજો આપીએ છીએ.
સિદ્ધિઓ પાછળ ઇન્સાન દોડે છે, પ્રભુની ઝલક એમાં ગોતીએ છીએ;
જ્યાં દિલમાં પ્રભુને ગોતીએ છીએ, ત્યાં ચમત્કાર નથી મળતો.
એક રાહ મળે છે, એક ભક્તિભર્યું કાર્ય મળે છે, નિશ્ચલતા મળે છે;
પ્રેમથી પોકાર્યા વગર પ્રભુ મળતો નથી, ગ્રંથોને શીખવાથી પ્રભુ મળતો નથી;
જ્યાં સાર એનો જીવનમાં ઉતારીએ છીએ, ત્યાં માર્ગ એનો મળે છે.
અંધકારમાં એક દરવાજો મળે છે, એની સહાય મળે છે;
ભાગો ના સિદ્ધિઓ પાછળ, પ્રભુ તો ખાલી અંતરમાં મળે છે.
- ડો. હીરા