જ્યાં ઈમારત બનવાની શરૂઆત થઈ નથી
ત્યાં તોડ઼વાની વાત છે
જ્યાં પ્રેમ હજી સજ્યો નથી
ત્યાં એ ત્યજવાની વાત છે
જ્યાં જ્ઞાન હજી લાધ્યું નથી
ત્યાં એના પ્રદર્શનની વાત છે
જ્યાં અંતર હજી જાગ્યું નથી
એના હૈયાને તોડ઼વાની વાત છે
આ જ રીત છે જગની, આ જ વિચાર છે જગના
જ્યાં હજી કાંઈ પામ્યા નથી, ત્યાં એ છોડ઼વાની વાત છે
- ડો. હીરા