ગુરુકૃપા મળવી અસાન નથી, ગુરુ મળવા આસાન નથી
મોહ માયા ત્યજવા આસાન નથી, ગુરુનું માનવું આસાન નથી
પોતાની ઇચ્છાને ત્યાગવી આસાન નથી, સમ રહેવું આસાન નથી
જાતને ભુલાવવી આસાન નથી, ગુરુનો વિશ્વાસ રાખવો આસાન નથી
દ્રષ્ટિમાં ગુરુને વસાવવા આસાન નથી, સમર્પણ ગુરુને થવું આસાન નથી
મુશ્કેલીમાં ગુરુને યાદ કરવા આસાન છે, માગણી કરવી પણ આસાન છે
પણ ગુરુના માર્ગે ચાલવું આસાન નથી, ગુરુમાં સ્થિર રહેવું આસાન નથી
વિકારો પર કાબૂ કરવા આસાન નથી, ચિત્ત ગુરુમાં જોડવું આસાન નથી
મહેક ગુરુની ફેલાવવી આસાન નથી, ગુરુમાં પોતાની જાતને ભૂલવું આસાન નથી
ચરિત્રતા પર વિચાર કરવો આસાન નથી, પોતાની ઓળખાણ કરવી આસાન નથી
સમીપતા પ્રભુની મળવી આસાન નથી, પ્રભુના દર્શન થવા આસાન નથી
- ડો. હીરા
gurukr̥pā malavī asāna nathī, guru malavā āsāna nathī
mōha māyā tyajavā āsāna nathī, gurunuṁ mānavuṁ āsāna nathī
pōtānī icchānē tyāgavī āsāna nathī, sama rahēvuṁ āsāna nathī
jātanē bhulāvavī āsāna nathī, gurunō viśvāsa rākhavō āsāna nathī
draṣṭimāṁ gurunē vasāvavā āsāna nathī, samarpaṇa gurunē thavuṁ āsāna nathī
muśkēlīmāṁ gurunē yāda karavā āsāna chē, māgaṇī karavī paṇa āsāna chē
paṇa gurunā mārgē cālavuṁ āsāna nathī, gurumāṁ sthira rahēvuṁ āsāna nathī
vikārō para kābū karavā āsāna nathī, citta gurumāṁ jōḍavuṁ āsāna nathī
mahēka gurunī phēlāvavī āsāna nathī, gurumāṁ pōtānī jātanē bhūlavuṁ āsāna nathī
caritratā para vicāra karavō āsāna nathī, pōtānī ōlakhāṇa karavī āsāna nathī
samīpatā prabhunī malavī āsāna nathī, prabhunā darśana thavā āsāna nathī
|
|