ભાવો અનેક તારા માટે ઊભરે છે,
પ્રેમ, હેત તડપ તો તારા માટે જાગે છે.
વેદના એવી તો મને તરસે છે,
તારી દૂરી તો મને મારી જાતથી વિસરાવે છે.
શરીરભાન એવું અધૂરું લાગે છે,
તારી વિશાલતામાં મને આવતા એ રોકે છે.
કણ કણમાં તને આ નૈન નિરખે છે,
છતાં તારી સાથમાં એક થવા આ રૂહ ચાહે છે.
તારું સંગીત મને તો લુભાવે છે,
તારા જ પ્રેમમાં નિરાકાર થાવા આ દિલ ચાહે છે.
- ડો. હીરા