આજે આવો મારા ઘેરે, તમને રાસ રમવા મળશે,
આજે આવો મારા સંગે, તમને મારું દિલ ખાલી મળશે,
આજે આવો મારા દ્વારે, તમને પ્રેમ છલકાતો મળશે,
આજે આવો મારા હૈયે, તમને રહેવા જગ્યા મળશે,
આજે આવો મારી સાથે, તમને સાથ આનંદનો મળશે,
આજે આવો મારા રંગમાં, તમને તમારા જ રંગ મળશે,
આજે આવો મારે દ્વારે, તમને મારું મલકતું મુખડું જોવા મળશે,
આજે આવો મારે બારણે, તમને પ્રેમભર્યું હૈયુ મળશે,
આજે આવો મારા ઓરડે, તમને સેવક તમારો મળશે,
આજે આવો મારા અંતરે, તમને તમારી છબી ત્યાં જોવા મળશે.
- ડો. હીરા