MY INNER KARAMA
MY INNER KARAMA
Doesn’t God Hear?
Para Talks » Articles » Doesn’t God Hear?

Doesn’t God Hear?


Date: 11-Jun-2017
Increase Font Decrease Font
પ્રકૃતિનું સૌદર્ય આ જગમાં ભરપૂર છે. વિનાશનું કાર્ય તો મનુષ્ય કરે છે. જ્વાલા, તોફાનમાં પણ પ્રભુ લાજ રાખે છે પણ મનુષ્યના મનના ઉછાળા તો હર હદ પાર કરે છે.
વિષય એ નથી કે મનુષ્ય કેમ આવું કરે છે પણ વિષય એ છે કે પ્રભુ શું કામ આવું ચલાવે છે. શું પ્રભુને ખબર નથી કે મનુષ્ય આવું કેમ કરે છે? શું પ્રભુને ખબર નથી કેટલા જુલમ એ કરે છે? તો યે પ્રભુ કેમ ચલાવે છે? તો યે પ્રભુ કેમ ચૂપ રહે છે? હકીકત એ છે કે પ્રભુ ચલાવતો નથી. હકીકત એ છે કે પ્રભુ ચૂપ રહેતો નથી. પ્રભુ કોઈ જુલ્મ ચલાવતો નથી. એની વાણી આપણને સમજાતી નથી, એની ચાલ આપણાથી પરખાતી નથી. મહાભારતનું યુદ્ધ જ લઈએ તો એમ લાગશે કે કેમ પાંડવો ઉપર આટલો જુલ્મ થયો? કેમ આટલી વાર એમના પર જાન લેવા હુમલા થયા? તો યે પ્રભુએ ચલાવ્યું. કેમ પાંડવોને આટલી વાર વનવાસ ભોગવવું પડ્યો? એના બદલે તો દુર્યોધન તો મહેલમાં જ રહ્યો. દુર્યોધનને તો પંપાળવામાં જ આવ્યો. પ્રભુ અંધકાર ચલાવતા નથી. કુરુ વંસજમાં રાજા કોણ થશે એ નિર્ણય જ ખોટો હતો. જ્યારે ભીષ્મ પછી પાંડુ રાજા બન્યો તો જે સૌથી યોગ્ય રાજા બનવાને લાયક તો એ હતા જે એ પદ માટે યોગ્ય હતા. જન્મ વંસજથી કોઈ રાજા બની શક્તું નથી. તો દુર્યોધન રાજાના પદનો હકદાવો ન કરી શકે અને ના કે યુધિષ્ઠિર. જે રાજા આખી પ્રજા અને રાજ્યને જુગારમાં એને દાવ પર રાખી શકે, એ રાજા રાજ કરવા લાયક જ નથી. એને વનવાસ જ મળે. જે મનુષ્ય હાની પહોંચાડે, લોકોને ત્રાસ પહોંચાડે, એ તો રાજા બની જ ન શકે, ભલે પછી એ રાજાના પરિવારમાં કેમ જન્મ્યો હોય. કર્ણનું અપમાન કરી, દ્રૌપદી અગર એમ વિચાર કરે કે કુળથી જ રાજા બનાય તો પછી પાંચ પતિની સ્ત્રીને સમાજ વેશ્યા જ કહેવાની છે.
ટૂંકમાં કોઈનું ચરિત્ર મહાભારતમાં સફેદ નહોતું. હર કોઈમાં એના ગુણ અને દોષ હતા અને હર કોઈને એના અનુસાર જીવનની ગતિ મળી હતી. અંતે મહાભારતનું યુદ્ધ ધર્મયુદ્ધ કહેવાયું કારણ કે ભરી સભામાં જે ચિરહરણ કરે છે એને પ્રભુ છોડતા નથી. એના સમય પર એને એની સજા જરૂર આપે છે. પ્રભુ ક્યારેય અન્યાય કરતા નથી. પ્રભુ ક્યારેય અપમાન ચલાવતા નથી. પ્રભુ ક્યારેય કોઈને ગુમરાહ કરતા નથી. સહુને પ્રભુ એની યોગ્યતા પ્રમાણે આપે છે અને એની યોગ્યતા મુજબ જ થાય છે.


- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.


Previous
Previous
Does God Really Care?
Next
Next
Dusshera
First...2930...Last
પ્રકૃતિનું સૌદર્ય આ જગમાં ભરપૂર છે. વિનાશનું કાર્ય તો મનુષ્ય કરે છે. જ્વાલા, તોફાનમાં પણ પ્રભુ લાજ રાખે છે પણ મનુષ્યના મનના ઉછાળા તો હર હદ પાર કરે છે. વિષય એ નથી કે મનુષ્ય કેમ આવું કરે છે પણ વિષય એ છે કે પ્રભુ શું કામ આવું ચલાવે છે. શું પ્રભુને ખબર નથી કે મનુષ્ય આવું કેમ કરે છે? શું પ્રભુને ખબર નથી કેટલા જુલમ એ કરે છે? તો યે પ્રભુ કેમ ચલાવે છે? તો યે પ્રભુ કેમ ચૂપ રહે છે? હકીકત એ છે કે પ્રભુ ચલાવતો નથી. હકીકત એ છે કે પ્રભુ ચૂપ રહેતો નથી. પ્રભુ કોઈ જુલ્મ ચલાવતો નથી. એની વાણી આપણને સમજાતી નથી, એની ચાલ આપણાથી પરખાતી નથી. મહાભારતનું યુદ્ધ જ લઈએ તો એમ લાગશે કે કેમ પાંડવો ઉપર આટલો જુલ્મ થયો? કેમ આટલી વાર એમના પર જાન લેવા હુમલા થયા? તો યે પ્રભુએ ચલાવ્યું. કેમ પાંડવોને આટલી વાર વનવાસ ભોગવવું પડ્યો? એના બદલે તો દુર્યોધન તો મહેલમાં જ રહ્યો. દુર્યોધનને તો પંપાળવામાં જ આવ્યો. પ્રભુ અંધકાર ચલાવતા નથી. કુરુ વંસજમાં રાજા કોણ થશે એ નિર્ણય જ ખોટો હતો. જ્યારે ભીષ્મ પછી પાંડુ રાજા બન્યો તો જે સૌથી યોગ્ય રાજા બનવાને લાયક તો એ હતા જે એ પદ માટે યોગ્ય હતા. જન્મ વંસજથી કોઈ રાજા બની શક્તું નથી. તો દુર્યોધન રાજાના પદનો હકદાવો ન કરી શકે અને ના કે યુધિષ્ઠિર. જે રાજા આખી પ્રજા અને રાજ્યને જુગારમાં એને દાવ પર રાખી શકે, એ રાજા રાજ કરવા લાયક જ નથી. એને વનવાસ જ મળે. જે મનુષ્ય હાની પહોંચાડે, લોકોને ત્રાસ પહોંચાડે, એ તો રાજા બની જ ન શકે, ભલે પછી એ રાજાના પરિવારમાં કેમ જન્મ્યો હોય. કર્ણનું અપમાન કરી, દ્રૌપદી અગર એમ વિચાર કરે કે કુળથી જ રાજા બનાય તો પછી પાંચ પતિની સ્ત્રીને સમાજ વેશ્યા જ કહેવાની છે. ટૂંકમાં કોઈનું ચરિત્ર મહાભારતમાં સફેદ નહોતું. હર કોઈમાં એના ગુણ અને દોષ હતા અને હર કોઈને એના અનુસાર જીવનની ગતિ મળી હતી. અંતે મહાભારતનું યુદ્ધ ધર્મયુદ્ધ કહેવાયું કારણ કે ભરી સભામાં જે ચિરહરણ કરે છે એને પ્રભુ છોડતા નથી. એના સમય પર એને એની સજા જરૂર આપે છે. પ્રભુ ક્યારેય અન્યાય કરતા નથી. પ્રભુ ક્યારેય અપમાન ચલાવતા નથી. પ્રભુ ક્યારેય કોઈને ગુમરાહ કરતા નથી. સહુને પ્રભુ એની યોગ્યતા પ્રમાણે આપે છે અને એની યોગ્યતા મુજબ જ થાય છે. Doesn’t God Hear? 2017-06-11 https://www.myinnerkarma.org/articles/default.aspx?title=doesnt-god-hear