પવનપુત્ર હનુમાનના નામ, અંજનીના ના તો છે એ દુલારા
કર્યા કાર્યો ઘણા તો અનોખા, બાહુબલીનું બલ તો છે એમાં રહે,
પ્રભુજીની સેવામાં રહ્યા એ તો સદા મસ્ત, પ્રભુનામમાં છે એમને આનંદ
લંકાપતિ રાવણનાં છો તમે અહમ્ મિટાવનારા, સીતામાતાના છો તમે દેખભાળ કરનાર,
લક્ષ્ર્મણને જીવન આપનારા, સૂર્યના તેજથી પણ ના ઝુકનારા
પર્વતો તો તમે ઉઠાવનારા, સમુદ્ધ ને તો તમે લાંઘનારા
સહશરીર તમે તો કાયમ રહેનારા, બલ અને બુદ્ધિનો ઉપયોગ કરનારા
લંકા રૂપી વાસનાને તમે બાળનારા, વફાદારી તો તમે નિભાવનારા
ઓળખાણ પાંડવોને તમે આપનારા, ધર્મ વિજયની ધજા તમે બનનારા
ભક્તિ તમારી તમે સમજાવનારા, ભક્તોને તમે શ્રીરામ આપનારા
પૂજા તમારી ભાવથી અમે કરનારા, તેલ અને સિંદુરથી પૂજવાના
તમારા દર્શન અમે ઇચ્છનારા, તમારા આશિષના અમે પ્યાસા રહેનારા
- ડો. હીરા