પોસ્ટોઇના ગુફાઓ કુદરની એક કરામત છે. દુનિયામાં એક નવી સૃષ્ટિનું નિર્માણ છે. ત્યાં કોઈ કથા નથી. ત્યાં કોઈ પ્રભુની લીલા નથી. એક ધરતીમાં પાતાલની લેખા છે. એક સોચમાં નવા નવા નિર્માણ છે. ત્યાં પ્રાચિન સમયમાં નાગ અને પાતાળમાં રહેતા પ્રાણીઓ રહેતા હતા. એમની આ ધરતી છે. મનુષ્ય તો ખાલી અહીં આવી ગયો છે. આ પાતાળમાં એની સૃષ્ટિ હતી. આ એ જ પાતાળ છે, જ્યાં બાલી એ પોતાનું જીવન વ્યતીત કર્યું, અને એ જ પાતાળ છે, જ્યાં અસુરોએ રહી રાજ કર્યું, પણ જ્યારે જ્યારે યુદ્ધ થયા, એ તો હિમાલય તરફ થયા કારણ કે ત્યારે યુરોપ ખાલી એક જંગલ હતું. એક બહુ જ ઠંડો પ્રદેશ હતો જ્યાં કોઈ ધરતી પર રહી જ ન શકે. બરફ કાળ (Ice Age) વાસ્તવમાં આખી ધરતી પર નહોતું, માત્ર ટેમ્પરેટ અને આર્કટિક પ્રદેશ (temperate and artic region) બાજું હતું. ભારત, મીડલ ઈસ્ટ, આફ્રિકા, સાઉથ અમેરિકા (middle east, Africa, south America) માં તો સંસ્કૃતી હતી અને મનુષ્ય હતા. ત્યારે હિમાલયમાં સંસ્કૃતિ વધુ હતીકારણ હિમાલયમાં તાપમાન સુખદ અને પ્રિય હતું. જ્યારે જ્યારે અસુરોએ દેવો પર આક્રમણ કર્યું ત્યારે ત્યારે તે યુરોપની ધરતી પરથી નિકળી હિમાલય તરફ આવતા હતા. અસુરોનું નિવાસ સ્થાન પછી મંગોલિયા (Mongolia) બાજું પણ થયું હતું. મોંગોલિયન (Mongolian), રશિયન (Russian) અને નિએન્ડરથલ (Neanderthal) માણસના આનુવંશિક લક્ષણો (genetic traits) એક જ છે. તે જ અસુરોના વંસજ છે.
- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.