Kashmir - 2

Para Talks » Para and Spiritual places » Kashmir - 2

Kashmir - 2


Date: 15-May-2016

Increase Font Decrease Font
કશ્મીરની ગાથા એવી છે, જેની કોઈ શરૂઆત નથી, જેનો કોઈ અંત નથી. વિશાળ પડદા પર રચેલો શિવનો મહિમાં છે. આખું કશ્મીર શિવના નામથી ધબકે છે, શિવના કાર્યમાં સાથ દે છે. અમરનાથની યાત્રા આખા કાશ્મીરમાં વસેલી છે. શિવે અમરનાથની રચના બહુ વર્ષો પહેલાં કરી હતી. ત્યાં ઘણું બધું ગુપ્ત રહસ્ય રાખવામાં આવ્યું છે. ખાલી ગુફા સુધી પહોંચવું મહત્ત્વનું નથી. એની પહેલાંની તૈયારી એ કરાવે છે. હરએક જગ્યા પર શિવએ સંસાર ત્યાગીને લોકોને શીખડાવ્યું છે કે યોગી એટલે શું. કૈલાશમાં વાસ કરતા શિવને શું જરૂર હતી આટલી બધી જગ્યા પર જવાની? શું જરૂર હતી આંટલાં બંધાં ગુપ્ત રહસ્ય છોડવાની? એ રહસ્ય તો ક્યારેક કોઈને સમજાશે. એમની લીલા તો કોઈક જ સમજી શકે છે. જગતકલ્યાણનું સ્થળ એટલું સુંદર અને અદભુત એમણે રાખ્યું છે. જે કોઈ અહીં પ્રવાસી તરીકે પણ આવે છે તે શિવના નામમાં ખોવાઈ જાય છે અને જે જાત્રાના નામે આવે છે તેને એના ગુપ્ત રહસ્યનાં દ્વાર ખુલ્લાં મળે છે.
હર એક જગ્યાનું રાઝ છે. બનીહાલમાં તેમણે ગુફામાં ઋષિ, દેવી, દેવતાને રાખ્યા (સાધારણ ભાષામાં કહીએ તો છોડ્યા, પણ શિવ કોઈને છોડતા નથી). અમર થવા જ્યારે આપણે નીકળીએ છીએ ત્યારે સહુથી પહેલાં લોકોના અભિપ્રાયને આપણે છોડીએ છીએ. એ ગુફામાં આશિષ છે એ ઋષિઓના કે આપણે લોકોના અભિપ્રાયથી ડગમગતા નથી.
અન્ય લોકો આપણા વિશે શું વિચારે છે, તેનાથી આપણે હવે પ્રભાવિત થતા નથી, ભલે તેઓ આપણા કેટલા નજીક હોય અથવા ભલે તેઓ આપણા કેટલા શુભચિંતક હોય.
હરમુખ પર પહોંચતાં જ આપણને એ શીખવાડે છે કે બધી ઇચ્છા છોડો, જ્ઞાન પામવાની પણ ઇચ્છા છોડો. ત્યાં જ્ઞાનરૂપી ગંગાને એમણે વસાવી છે કે એમનું જ્ઞાન સતત વહેતું રહે. એના આંગણમાં સંત અને સાધુ બ્રહ્માંડના અનંત જ્ઞાનમાં સતત વહેતા રહે છે અને જ્યાં ગંગા હોઈ, ત્યાં શિવનો વાસ તો હોય જ છે. શિવ ગંગાને ત્યાગી નથી શકતા, શિવ ગંગાને રોકી પણ નથી શકતા. ગંગારૂપી સિંધ નદીને માર્ગદર્શન આપીને તે ગંગાના જ્ઞાનને જેલમ બતાડી, જેલમ જેલમમાં મળાવે છે. આ શક્તિ ને જ્ઞાનનો સંગમ, શિવ શાદીપુરમાં કરાવે છે. એ જગ્યા પર આખા સંસારને એક તૃપ્તિ મળે છે, એક આનંદ મળે છે. એક અનુભૂતિ પરમ જ્ઞાનની મળે છે. હરમુખ એક એવી જગ્યા છે જ્યાં શિવ સાક્ષાત્ બેઠા છે. એમની સાધનાથી એ સતત નવાં મંત્ર, નવાં યંત્ર, નવાં સાધનો શોધે છે. જે અહીં આવે છે તે શિવમાં ખોવાઈ જાય છે, શિવની નવી રચનાનો એક ભાગ બને છે. તે શિવમાં લીન થઈ એમના જેવા બને છે. સાચું જ્ઞાન સ્વયં મળે છે, ખોટા જ્ઞાનનો નાશ થાય છે. ત્યાં કોઈ ઇચ્છા કરાતી નથી. ઇચ્છા કરવાથી અંદરની નાડીઓ શુદ્ધ નથી થતી. આપણે ખાલી ને ખાલી રહી જઈએ છે. હરમુખ પર એના તેજ, એનાં દર્શન, એની વાણીનો ભાસ થાય છે. નારાનાગ પર પગ મુકતા જ એવું થાઈ છે કે અહીં પહેલાં આવ્યા છીએ. હર એક માનવી કોઈ ને કોઈ જન્મમાં નારાનાગ પર આવ્યો છે. એનું જળ પીવાથી, પૂર્વજન્મોના બાંધેલા શ્રાપ ધોવાય છે. એના જળનું પાન કરવાથી ઓછા આત્માથી સતાવેલા માનવીને છુટકારો મળે છે. પાંડવોને પણ અહીં આવવું પડ્યું હતું, બધાના શ્રાપથી મુક્ત થવા માટે. શ્રાપની મુક્તિ વગર આગળ મુક્તિ સંભવ નથી.
મટન, માર્કડં ઋષિનું સ્થાન છે. ત્યાં એમને તપ કરી, શિવનું આહવાન કરી, શિવને ત્યાં કાયમ માટે સ્થાપિત કર્યા છે. જે સૂર્યમંદિર છે, એ એવા સૂર્યનું પ્રતીક છે જેની પૂજા કરવાથી કોઈને ક્યારેય સૂર્યનું ગ્રહણ ન લાગે. સૂર્યના તેજથી તેને સદૈવ શૌર્ય મળે છે. મટનમાં સ્થાપિત શિવને અંતરમાં મળાય છે. એમના ગણો સાથે તે અગણિત ગુફાઓમાં વાસ કરે છે. એમની આરાધના અહીં કરવાથી વિચારોના જોરથી મુક્તિ મળે છે. આખું કશ્મીર મુક્તિનો પ્રદેશ છે. ઈસુને પણ અહીં જ મુક્તિ મળી. ઈસુના ગુરુ,મહાવતાર બાબાજી મહારાજે, ઈસુનું માર્ગદર્શન કર્યું. એમને સિદ્ધિઓ એવી આપી કે શારીરિક તકલીફ સાથે એમને કોઈ પણ જોડાણ રહ્યું નહીં. નીલનાગના જંગલોમાં વસેલા એમના સ્થાનને હજી ગુપ્ત રાખવામાં આવ્યું છે. એમની સાધનાનાં કિરણો હજી એ જગ્યાને મહેકાવી દે છે. એ જગ્યા પર શારીરિક ભાન ખોતા, શરીર પરનો કાબૂ ગુમાવીને પ્રભુના આધીન ચલાય છે. નીલનાગના વહેતા પાણીમાં એ શરીરિક ભાનને ભૂલવાની શક્તિ છે. યુસમર્ગ, એક આખો શક્તિ પ્રદેશ છે. પ્રભુના વહેતા ચરણમાંથી નીકળેલી ગંગા શુદ્ધતા પ્રદાન કરે છે, અંદર ઉલઝેલા મૂંઝવણને ખતમ કરે છે. એ શક્તિ ક્ષેત્રમાં શિવએ પોતાની શક્તિઓ અને સિદ્ધિઓ મુકી છે. જે કોઈ અહીં આવે છે એને અમુક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે જેની સાધકને પણ ખબર નથી હોતી. એ સિદ્ઘિઓરૂપી ગાથા, સાધકનું માર્ગદર્શન કરી, એને શારીરિક ભાન ભુલાવી, આગળ યાત્રા માટે પ્રયાણ કરાવે છે.
અમરનાથની યાત્રા અમર થવાની ગાથા છે. બૈલરૂપી જાડી વૃત્તિનો ત્યાગ પહેલગામમાં થાય છે. ચંદનવારીમાં આપણી ઈચ્છાઓને તૃપ્તિ મળે છે. પિસ્સુટોપ પર વિકારોનો નાશ થાય છે. શેષનાગ પર અહંકારનો નાશ થાય છે. મહાગણેશ પર આપણી અંદર પડેલા ગુણો પણ ભુલાય છે. પંચતરણી પર અનેક પંચતત્વોને સોંપાય છે. આપણે આપણા મૂળ સ્વરૂપમાં પાછા આવીએ છીએ અને પછી અમરનાથની ગુફામાં જીવાત્માને પરમાત્મા મળે છે.
આ યાત્રા અંતરની યાત્રા છે અને હરએક ચરણમાં ચંડીપાઠનું પણ આહવાન છે. એ જ અમરનાથ, એ જ ચંડીપાઠ. જ્યારે જાત્રા સમાપ્ત થાય છે, ત્યારે ફરી પાછું જઈ સંસારનું વેર ખતમ કરવા, એના ઉદગમ સ્થાન પર જઈ, જગત કલ્યાણનો સંકલ્પ લઈ, સંસારને પાછું ફળસ્વરૂપે ઇશ્વરના દીદાર અપાય છે. આ છે વેરીનાગ.
અનંતનાગમાં વસેલી છે અનંત નાડીઓ આપણી. એક એક નાડીની શુદ્ધતા થાય છે આ અનંત નાગો પર.
કશ્મીરની કહાણી તો એવી છે કે જે ખતમ જ નહીં થાય, ચાલ્યા જ કરશે, નવું સર્જન થયા જ કરશે, મહેફિલો સર્જાયેલી રહેશે. તમને સતત બોલાવવામાં આવશે, અને એની સ્નેહરૂપી વર્ષા સતત વરસતી રહેશે.
પ્રશ્ન કરવાથી એના ઉત્તરો નહીં મળે, એનામાં એક થવાથી બધા રહસ્ય ખુલે છે, એની ઓળખાણ થાય છે અને એના જેવું બનાય છે. ઉમ્મીદ નથી કે હરએક પામશે, વિશ્વાસ છે કે હરએક ખાલી નહીં રહે. વહેતા ઝરણાની જેમ એ ભરાશે અને અંતે પ્રભુરૂપી સમુદ્રમાં જરૂર શામિલ થશે.
આમિન!


- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.


Previous
Previous
Kashmir - 1
Next
Next
Kashmir - Pilgrimage Places
First...2526...Last
કશ્મીરની ગાથા એવી છે, જેની કોઈ શરૂઆત નથી, જેનો કોઈ અંત નથી. વિશાળ પડદા પર રચેલો શિવનો મહિમાં છે. આખું કશ્મીર શિવના નામથી ધબકે છે, શિવના કાર્યમાં સાથ દે છે. અમરનાથની યાત્રા આખા કાશ્મીરમાં વસેલી છે. શિવે અમરનાથની રચના બહુ વર્ષો પહેલાં કરી હતી. ત્યાં ઘણું બધું ગુપ્ત રહસ્ય રાખવામાં આવ્યું છે. ખાલી ગુફા સુધી પહોંચવું મહત્ત્વનું નથી. એની પહેલાંની તૈયારી એ કરાવે છે. હરએક જગ્યા પર શિવએ સંસાર ત્યાગીને લોકોને શીખડાવ્યું છે કે યોગી એટલે શું. કૈલાશમાં વાસ કરતા શિવને શું જરૂર હતી આટલી બધી જગ્યા પર જવાની? શું જરૂર હતી આંટલાં બંધાં ગુપ્ત રહસ્ય છોડવાની? એ રહસ્ય તો ક્યારેક કોઈને સમજાશે. એમની લીલા તો કોઈક જ સમજી શકે છે. જગતકલ્યાણનું સ્થળ એટલું સુંદર અને અદભુત એમણે રાખ્યું છે. જે કોઈ અહીં પ્રવાસી તરીકે પણ આવે છે તે શિવના નામમાં ખોવાઈ જાય છે અને જે જાત્રાના નામે આવે છે તેને એના ગુપ્ત રહસ્યનાં દ્વાર ખુલ્લાં મળે છે. હર એક જગ્યાનું રાઝ છે. બનીહાલમાં તેમણે ગુફામાં ઋષિ, દેવી, દેવતાને રાખ્યા (સાધારણ ભાષામાં કહીએ તો છોડ્યા, પણ શિવ કોઈને છોડતા નથી). અમર થવા જ્યારે આપણે નીકળીએ છીએ ત્યારે સહુથી પહેલાં લોકોના અભિપ્રાયને આપણે છોડીએ છીએ. એ ગુફામાં આશિષ છે એ ઋષિઓના કે આપણે લોકોના અભિપ્રાયથી ડગમગતા નથી. અન્ય લોકો આપણા વિશે શું વિચારે છે, તેનાથી આપણે હવે પ્રભાવિત થતા નથી, ભલે તેઓ આપણા કેટલા નજીક હોય અથવા ભલે તેઓ આપણા કેટલા શુભચિંતક હોય. હરમુખ પર પહોંચતાં જ આપણને એ શીખવાડે છે કે બધી ઇચ્છા છોડો, જ્ઞાન પામવાની પણ ઇચ્છા છોડો. ત્યાં જ્ઞાનરૂપી ગંગાને એમણે વસાવી છે કે એમનું જ્ઞાન સતત વહેતું રહે. એના આંગણમાં સંત અને સાધુ બ્રહ્માંડના અનંત જ્ઞાનમાં સતત વહેતા રહે છે અને જ્યાં ગંગા હોઈ, ત્યાં શિવનો વાસ તો હોય જ છે. શિવ ગંગાને ત્યાગી નથી શકતા, શિવ ગંગાને રોકી પણ નથી શકતા. ગંગારૂપી સિંધ નદીને માર્ગદર્શન આપીને તે ગંગાના જ્ઞાનને જેલમ બતાડી, જેલમ જેલમમાં મળાવે છે. આ શક્તિ ને જ્ઞાનનો સંગમ, શિવ શાદીપુરમાં કરાવે છે. એ જગ્યા પર આખા સંસારને એક તૃપ્તિ મળે છે, એક આનંદ મળે છે. એક અનુભૂતિ પરમ જ્ઞાનની મળે છે. હરમુખ એક એવી જગ્યા છે જ્યાં શિવ સાક્ષાત્ બેઠા છે. એમની સાધનાથી એ સતત નવાં મંત્ર, નવાં યંત્ર, નવાં સાધનો શોધે છે. જે અહીં આવે છે તે શિવમાં ખોવાઈ જાય છે, શિવની નવી રચનાનો એક ભાગ બને છે. તે શિવમાં લીન થઈ એમના જેવા બને છે. સાચું જ્ઞાન સ્વયં મળે છે, ખોટા જ્ઞાનનો નાશ થાય છે. ત્યાં કોઈ ઇચ્છા કરાતી નથી. ઇચ્છા કરવાથી અંદરની નાડીઓ શુદ્ધ નથી થતી. આપણે ખાલી ને ખાલી રહી જઈએ છે. હરમુખ પર એના તેજ, એનાં દર્શન, એની વાણીનો ભાસ થાય છે. નારાનાગ પર પગ મુકતા જ એવું થાઈ છે કે અહીં પહેલાં આવ્યા છીએ. હર એક માનવી કોઈ ને કોઈ જન્મમાં નારાનાગ પર આવ્યો છે. એનું જળ પીવાથી, પૂર્વજન્મોના બાંધેલા શ્રાપ ધોવાય છે. એના જળનું પાન કરવાથી ઓછા આત્માથી સતાવેલા માનવીને છુટકારો મળે છે. પાંડવોને પણ અહીં આવવું પડ્યું હતું, બધાના શ્રાપથી મુક્ત થવા માટે. શ્રાપની મુક્તિ વગર આગળ મુક્તિ સંભવ નથી. મટન, માર્કડં ઋષિનું સ્થાન છે. ત્યાં એમને તપ કરી, શિવનું આહવાન કરી, શિવને ત્યાં કાયમ માટે સ્થાપિત કર્યા છે. જે સૂર્યમંદિર છે, એ એવા સૂર્યનું પ્રતીક છે જેની પૂજા કરવાથી કોઈને ક્યારેય સૂર્યનું ગ્રહણ ન લાગે. સૂર્યના તેજથી તેને સદૈવ શૌર્ય મળે છે. મટનમાં સ્થાપિત શિવને અંતરમાં મળાય છે. એમના ગણો સાથે તે અગણિત ગુફાઓમાં વાસ કરે છે. એમની આરાધના અહીં કરવાથી વિચારોના જોરથી મુક્તિ મળે છે. આખું કશ્મીર મુક્તિનો પ્રદેશ છે. ઈસુને પણ અહીં જ મુક્તિ મળી. ઈસુના ગુરુ,મહાવતાર બાબાજી મહારાજે, ઈસુનું માર્ગદર્શન કર્યું. એમને સિદ્ધિઓ એવી આપી કે શારીરિક તકલીફ સાથે એમને કોઈ પણ જોડાણ રહ્યું નહીં. નીલનાગના જંગલોમાં વસેલા એમના સ્થાનને હજી ગુપ્ત રાખવામાં આવ્યું છે. એમની સાધનાનાં કિરણો હજી એ જગ્યાને મહેકાવી દે છે. એ જગ્યા પર શારીરિક ભાન ખોતા, શરીર પરનો કાબૂ ગુમાવીને પ્રભુના આધીન ચલાય છે. નીલનાગના વહેતા પાણીમાં એ શરીરિક ભાનને ભૂલવાની શક્તિ છે. યુસમર્ગ, એક આખો શક્તિ પ્રદેશ છે. પ્રભુના વહેતા ચરણમાંથી નીકળેલી ગંગા શુદ્ધતા પ્રદાન કરે છે, અંદર ઉલઝેલા મૂંઝવણને ખતમ કરે છે. એ શક્તિ ક્ષેત્રમાં શિવએ પોતાની શક્તિઓ અને સિદ્ધિઓ મુકી છે. જે કોઈ અહીં આવે છે એને અમુક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે જેની સાધકને પણ ખબર નથી હોતી. એ સિદ્ઘિઓરૂપી ગાથા, સાધકનું માર્ગદર્શન કરી, એને શારીરિક ભાન ભુલાવી, આગળ યાત્રા માટે પ્રયાણ કરાવે છે. અમરનાથની યાત્રા અમર થવાની ગાથા છે. બૈલરૂપી જાડી વૃત્તિનો ત્યાગ પહેલગામમાં થાય છે. ચંદનવારીમાં આપણી ઈચ્છાઓને તૃપ્તિ મળે છે. પિસ્સુટોપ પર વિકારોનો નાશ થાય છે. શેષનાગ પર અહંકારનો નાશ થાય છે. મહાગણેશ પર આપણી અંદર પડેલા ગુણો પણ ભુલાય છે. પંચતરણી પર અનેક પંચતત્વોને સોંપાય છે. આપણે આપણા મૂળ સ્વરૂપમાં પાછા આવીએ છીએ અને પછી અમરનાથની ગુફામાં જીવાત્માને પરમાત્મા મળે છે. આ યાત્રા અંતરની યાત્રા છે અને હરએક ચરણમાં ચંડીપાઠનું પણ આહવાન છે. એ જ અમરનાથ, એ જ ચંડીપાઠ. જ્યારે જાત્રા સમાપ્ત થાય છે, ત્યારે ફરી પાછું જઈ સંસારનું વેર ખતમ કરવા, એના ઉદગમ સ્થાન પર જઈ, જગત કલ્યાણનો સંકલ્પ લઈ, સંસારને પાછું ફળસ્વરૂપે ઇશ્વરના દીદાર અપાય છે. આ છે વેરીનાગ. અનંતનાગમાં વસેલી છે અનંત નાડીઓ આપણી. એક એક નાડીની શુદ્ધતા થાય છે આ અનંત નાગો પર. કશ્મીરની કહાણી તો એવી છે કે જે ખતમ જ નહીં થાય, ચાલ્યા જ કરશે, નવું સર્જન થયા જ કરશે, મહેફિલો સર્જાયેલી રહેશે. તમને સતત બોલાવવામાં આવશે, અને એની સ્નેહરૂપી વર્ષા સતત વરસતી રહેશે. પ્રશ્ન કરવાથી એના ઉત્તરો નહીં મળે, એનામાં એક થવાથી બધા રહસ્ય ખુલે છે, એની ઓળખાણ થાય છે અને એના જેવું બનાય છે. ઉમ્મીદ નથી કે હરએક પામશે, વિશ્વાસ છે કે હરએક ખાલી નહીં રહે. વહેતા ઝરણાની જેમ એ ભરાશે અને અંતે પ્રભુરૂપી સમુદ્રમાં જરૂર શામિલ થશે. આમિન! Kashmir - 2 2016-05-15 https://www.myinnerkarma.org/spiritual_para/default.aspx?title=kashmir-2

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org