ગિરનારમાં કરી છે સાધના અનેકોએ ભવોભવમાં
સાધુ સંતો થયા છે અનેક ભવોભવમાં
નિરાકાર રૂપે પૂજ્યા છે અનેકોએ તો અહીં
નિરાકાર થઈ વસે છે અહીં તો ઘણા
સમયના બાંધથી છે પરે આ પાવન ઘરતી
શૂન્ય અને અમૂલ્ય છે આની સ્થાપના
કોશિશ રહી છે અનેકોની અંહી વસવાની
આ ધરતી આવકારે સહુને, બને પોતાના તો કંઈક જ
શામિલ નથી આમાં કોઈની અંતિમ ગાથા
શરૂઆત છે અહીં તો પ્રભુમાં એક થવાની યાત્રા
બિરાજે છે અંહી તો સિદ્ઘનાથ, ભોલેનાથ સ્વયં
અસંખ્ય જીવોનું મુક્તિ સ્થાન છે આ તો ગિરનાર
આવશ્યક નથી અહીં ખાલી હાથે આવવું
ખાલી હાથ નથી રાખતો અહીં તમને જીવનમાં
આશિષો અમૂલ્ય મળે છે, તમને તો મોક્ષના
સ્વામીની પ્રીતમાં મળે છે તૃપ્તિ આનંદમાં
ન જુવો બાહરની દુનિયાને તમે તો બહુ
અંતરની દુનિયામાં તમને રમાડે છે એ તો અહીં
વૈરાગ્ય બનીને આવશો અહીંયા તો મળશે પ્રભુ
દુઃખમાં અહીં આવશો તો મળશે શાંતિ
અપેક્ષા લઈ ને આવશો અહીં તો મળશે ઉપેક્ષા
ફરિયાદ લઈને આવશો અહીં તો મળશે દુવિધા
કણ કણમા વસે છે અહીઁ સંતોના આશિષ
ખુલ્લે પગે ને ભોળા ભાવે આવશો તો મળશે અમરતા
વૈરાગ્યમાં સ્થાપિત છે અનેકોના ભાવો અહીંયા
શામિલ તમને કરીયે છીએ તમારા અંતરમનના ઊંડાણમાં
- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.