No ifs & buts, No ifs & buts
કરું છું, પણ નથી જોઈતો આ ‘પણ’
તારા ‘પણ’ થી તું છે લાચાર, એવો કેવો તું લાચાર
સામે તારી પાસે જ્યારે છું હું, ગમતો નથી મને, આ શબ્દ ‘પણ’
લે મારી તલવાર, કાપી નાખ આ અહંકાર, ન રહેશે તું લાચાર
વિશ્વાસ છે આ મારો, કર વિશ્વાસ તું, ના રહીશે તું ખાલી આવો
આપું છું હું તને ઘણું, અહંનાં ના આંસુ વહાવ, અનાદર કરશે તું મારો
પ્યાર છે મને તારા પર એટલો, પણ કાઢવો છે આ અહંકારને તારો
સાથ આપજે તું મને તારો, તો થાશે બંધનોથી મુક્ત, તું મારો
સમજશે આ વાતને મારી, તો નહીં રહે કોઈ ifs and buts
‘પણ’ શબ્દ જાશે ભૂલી, રહેશે તું સદા મસ્ત મસ્તે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.