છેતરવાની તો આ વાત છે, લોકોના મલમપટ્ટીની તો મુલાકાત છે
બલિદાન સહુનું એવું માંગ્યું, લોકોને તડપાવાની વાત છે
શું જોઈતું, હતું અને શું મળ્યું, એના ભેદની તો ખૂલવાની રાહ છે
આવડતું નથી, શિખવું નથી, ખાલી રડાવાની તો વાત છે
કોણ ફસાસે અને કોણ નીકળી જશે, એ તો સહુએ સમજવાની વાત છે
નિષ્ઠુર બની ના રાજ કરાય છે, વિવેક ચૂકીને ન કોઈને જિતાય છે
ઉમ્મિદ લોકોમાં જગાડી, ના એને વેડફી નખાય છે
આખિર લોકોને ભરમાવી, ના બીજું કાંઈ પમાય છે
ફેસલો દેશહિતનો કરાય છે, ફેસલો ન કોઈને સતાવવાનો કરાય છે
રસ્તા કેમ બીજા ભુલાય છે, કેમ બીજા કાર્યો તો છુપાવાય છે
ઇસ્તેમાલ લોકોના ભાવોનો થાય છે, ફાયદો તો કેમ સહુનો ના કરાય છે
શું જોઈએ છે એ જ ખબર નથી, આખિર સતાનો મોહ ના ત્યજાય છે
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.