|
Date: 06-Feb-2017
મનની ચંચળતા અને દિલની તીવ્રતામાં એક જીવ છે
પ્રભુની દેન અને જીવનની લેનમાં એક મંજિલ ખૂટે છે
વૈરાગ્યના ચેન અને પવિત્રતાની દેનમાં એક ખૂશી છૂપે છે
નિર્ભયતાની સ્થિરતા અને અનુભવની ઇચ્છામાં એક જીવન વીસરે છે
ઉમંગની ચહક અને વિજયની મજામાં એક ઓળખાણ મળે છે
ગૌરવના જોરમાં અને જીવનની ડોરમાં એક મંજિલ મળે છે
ઇશ્વરની ગોદમાં અને એની શોધમાં તો જીવનનું ફળ મળે છે.
- ડો. હીરા