રડે છે આ હૈયું આ વાતો સાંભળીને, રડે છે હૈયું આ અસમજણ જોઈને
મુશ્કેલીથી મળ્યા છીએ આપણે પાછા, મુશ્કેલીથી થયા છે યોગ્ય એક વાર
મુશ્કેલીથી જોડાયા છીએ આપણે પાછા, અસમજણથી ગુમાવીશું આ સંબંધ બીજી વાર
ઇચ્છા ના એવી કરી બેસો, કે રાહ જોવી પડે વર્ષોની પાછી આપણે એક વાર
બંધ થઈ જાશે આ માર્ગ, નહીં મળે સીધું માર્ગદર્શન વારંવાર
આંસુ ન વહાવતા આ ખામોશી પર તમે, રાખજો ધીરજ હવે તો તમે
કે સ્વરૂપ લઈને આવશે, બોલશે એ સામે બેસીને તમારી પાસે
યોગ્યતા કેળવજો એવી તમે, રાહ જોઈશ તમારી તૈયારીની હું હવે
નથી આગળ બોલવું મને, નથી આગળ કઈ કહેવું મને
મૌનમાં જ સમજ છે, એ જાણી લીધું મેં હવે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.