કર્મ કરવાથી નહીં ડર, કર્મ તું નથી કરતી, કર્મ હું કરાવું છું
માર્ગ પર ચાલવાથી નહીં ડર, માર્ગ પર તું નથી ચાલતી, માર્ગ પર હું ચલાવું છું
જે છે તારા હિતમાં, એ હું તારી પાસે કરાવું છું
ન કોઈ દુઃખ આપું છું, ન તને દુનિયાથી અલગ કરું છું, બસ તને તારી જાતથી પહેચાન કરાવું છું
અનોખી વાણી સાથે, તારી સાથે સંપર્ક કરું છું, તારા દિલની વાતો સાંભળું છું
ચાહું છું મુક્તિ તારા માટે, પ્રયત્ન એના કરું છું, સંઘર્ષ એનો કરું છું
સાથ તારો તારા માટે ચાહું છું, મોહથી તારો સાથ છોડાવું છું, આ વાત હું તને કહું છું
સમય છે ઓછો આપણી પાસે, સમયનો લિહાજ કરું છું, તારી સાથે ઝડપ કરું છું
ન લાવ કોઈ ડરને તારામાં, ના કોઈ ખોટા વિચાર તારામાં, તારી હર તકલીફ દૂર કરું છું
કઠોર પરીક્ષા હશે તારી, પણ પછી ફૂલોથી આવકારીશું, તને ગળે લગાવીશું
તારી તૈયારી માટેની આ તૈયારી છે, તારા સ્થિર થવાની રાહ છે, પછી શાની દેરી છે
વિશ્વાસ બનાવ એટલો અતૂટ , કે કરશે એ જ, જે છે જરૂર,
તાકાત આવશે આપોઆપ, તારો રસ્તો ખૂલશે આપોઆપ
ના સમજ ખુદને નબળી એટલી, છું હું તારી સાથમાં સદૈવ
આગળ વધ હવે વિશ્વાસથી, પ્રભુ મળશે તને જરૂર
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.