MY INNER KARAMA
MY INNER KARAMA
તારી પરીક્ષા લીધી મેં તો ઘણી ઘણી, તને રડાવી મેં તો ઘણી ઘણી
Para Talks » Conversations of para » તારી પરીક્ષા લીધી મેં તો ઘણી ઘણી, તને રડાવી મેં તો ઘણી ઘણી

તારી પરીક્ષા લીધી મેં તો ઘણી ઘણી, તને રડાવી મેં તો ઘણી ઘણી


Date: 21-Sep-2014
 
Increase Font Decrease Font
તારી પરીક્ષા લીધી મેં તો ઘણી ઘણી, તને રડાવી મેં તો ઘણી ઘણી;
પણ ફરિયાદ ન ઊઠી એમાં તારી ક્યારે, તું છે મારી પ્યારી પ્યારી.
કઠોર શબ્દો આપ્યા તને ઘણા ઘણા, પણ ઝીલી તું તો ચાલી પાછા રસ્તે એવી એવી;
લોકોના મુખથી આપ્યા તને શબ્દો કડવા કડવા, છતા તારું દિલડું ધબકે શિવ શિવ શિવ શિવ.
પ્રિય તું છે મને એટલી એટલી, તારા દોષોનો નાશ નથી કર્યો અમથો અમથો;
લઈ જવાના છે ઘણાને એમના માર્ગે, મંઝિલનાં દર્શન કરવાના છે એમની પાસે.
તારામાં હું વસું છું, તારામાંથી બોલું છું, તને હું બધું સોંપું છું.
સંભાળ લોકોને, લાવ એમને મારી તરફ એવા, કે પાછા ન રોકાય તું હવે,
મોક્ષ તારો નિશ્ચિત છે, બસ થોડો સમય બાકી છે, ફરી ન રોકાય તું હવે.
તારી આવવાની તૈયારી ચાલે છે, નિર્ગુણ તારી અવસ્થા બનાવવાની પ્રક્રિયા ચાલે છે;
તારી મંઝિલ છું હું, મારામાં હવે સમાઈ જા, તારામાં મને તું હવે જોવા જા.


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
શિવ ગુફા (ચંદનવારી-કાશ્મીર)
Next
Next
અનુભૂતિ તને હું મારી આપું છું, મારા પ્રેમમાં તને રમાડું છું
First...2930...Last
તારી પરીક્ષા લીધી મેં તો ઘણી ઘણી, તને રડાવી મેં તો ઘણી ઘણી; પણ ફરિયાદ ન ઊઠી એમાં તારી ક્યારે, તું છે મારી પ્યારી પ્યારી. કઠોર શબ્દો આપ્યા તને ઘણા ઘણા, પણ ઝીલી તું તો ચાલી પાછા રસ્તે એવી એવી; લોકોના મુખથી આપ્યા તને શબ્દો કડવા કડવા, છતા તારું દિલડું ધબકે શિવ શિવ શિવ શિવ. પ્રિય તું છે મને એટલી એટલી, તારા દોષોનો નાશ નથી કર્યો અમથો અમથો; લઈ જવાના છે ઘણાને એમના માર્ગે, મંઝિલનાં દર્શન કરવાના છે એમની પાસે. તારામાં હું વસું છું, તારામાંથી બોલું છું, તને હું બધું સોંપું છું. સંભાળ લોકોને, લાવ એમને મારી તરફ એવા, કે પાછા ન રોકાય તું હવે, મોક્ષ તારો નિશ્ચિત છે, બસ થોડો સમય બાકી છે, ફરી ન રોકાય તું હવે. તારી આવવાની તૈયારી ચાલે છે, નિર્ગુણ તારી અવસ્થા બનાવવાની પ્રક્રિયા ચાલે છે; તારી મંઝિલ છું હું, મારામાં હવે સમાઈ જા, તારામાં મને તું હવે જોવા જા. તારી પરીક્ષા લીધી મેં તો ઘણી ઘણી, તને રડાવી મેં તો ઘણી ઘણી 2014-09-21 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=tari-pariksha-lidhi-mem-to-ghani-ghani-tane-radavi-mem-to-ghani-ghani